મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા ટોપી “આવો આવો હઝૂર કેમ ગભરાયેલા લાગો છો?” “પણ આગળ તો ગાઢ અંધારું છે. આ આપણે ક્યાં આવી ગયા છીએ?” “અરે! તમે તમારા પોતાના શહેરને નથી ઓળખી શકતા?” “તું શું મારી મશ્કરી કરી રહ્યો છે? આ ક્યાં મારું શહેર છે?” “અરે હઝૂર અમે તમને તમારા જ શહેરમાં લઈને આવ્યા છીએ.” “પણ મારું શહેર તો કાયમ રોશનીમાં નહાયેલું હોય છે જ્યારે અહીંયા તો એટલું બધું અંધારું છે કે કશું દેખાતું પણ નથી.” ત્યાંજ અંધારામાં કેટલીક મશાલો સળગે છે. તે અહીં તહીં જોઈ રહ્યા છે. તેમની ચારે તરફ ભીડના પડછાયા એક ગોળાકાર બનાવીને ઉભા