અર્ધ અસત્ય. - 48

(233)
  • 7.4k
  • 13
  • 5.2k

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૮ પ્રવીણ પીઠડીયા અભયને બળતરાં ઉપડી. દેવાનો લઠ્ઠ જ્યાં વાગ્યો હતો એ ઠેકાણે સ્નાયુંઓનો કચ્ચરઘાણ નિકળી ગયો હોય એવી પીડા થતી હતી. તેનો બીજો હાથ આપોઆપ બાંહ ઉપર ચંપાયો હતો અને તે થોડો પાછળ હટયો હતો. એક જ ઘા માં દેવાએ અભય ઉપર સરસાઇ મેળવી લીધી હતી. અભયની હાલત જોઇને તે ગેલમાં આવી ગયો હતો. તેણે સમય ગુમાવ્યાં વગર તરત પાછો લઠ્ઠ ઘુમાવ્યો. તે હવે અભયને કોઇ મોકો આપવા માંગતો નહોતો. હવામાં સૂસવાટા કરતો લઠ્ઠ સીધો જ અભયના બરડામાં વાગ્યો અને તે કરાહી ઉઠયો. તેને લાગ્યું કે જાણે તેનો બરડો ભાંગી ગયો છે. કરોડરજ્જૂમાં કોઇક જગ્યાએ કડાકો બોલ્યો