આમને આમ કેટલાય વર્ષો વીતી ગયા ખબર જ ના પડી ....તારી એ રોજ ની જેમ મને ઠપકો આપવાની આદત આજે બહુ જ યાદ આવે છે ....કાશ તારી વાત માની ને આદત છોડી દિધી હોત તો આજે મારી સાથે હોત...આજે પણ યાદ છે મને એ સવાર જ્યારે તું રોજ ની જેમ કિચન માં દોડધામ કરી કામ પતાવી હતી ને રોજ ની મુજબ મોડો ઉઠ્યો ને નાહિ ને ભીના પગે જ બેડરૂમમાં દાખલ થયો ને તારી બૂમ સાંભળી કે ભીના પગ લૂછીને જ અંદર જાજો પણ એની વાત સાંભળી ના સાંભળી કરી નાસ્તો કરી ઓફીસ જવા રવાના થયો