ખાલીપો

(17)
  • 3.4k
  • 2
  • 799

અબ્દુલ્લાહભાઈએ જેવો બીડીનો કશ ખેંચ્યો તેમને ખાંસીનો હુમલો શરુ થયો. છેલ્લા ચાલીસ વર્ષ ઉપરાંતથી તેઓ બીડી પીતા હતા. તેમની પત્ની અને દીકરાઓએ તેમને બીડી છોડી દેવા ખુબ વિનવણીઓ કરી તેમ છતાં આ એક આદત તેઓ છોડી શકયા ન હતા. તેમની ખાંસીનો અવાજ સાંભળી તરતજ પાણીનો ગ્લાસ લઇ તેમનો પૌત્ર અરમાન દોડી આવ્યો અને દાદાને પાણી પીવડાવી થોડી વાર ઉભો રહ્યો. ખાંસીના કારણે અબ્દુલ્લાહભાઈની આંખોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમને રાહત થઇ એટલે તેમના પૌત્ર અરમાને કહ્યું “દાદા, આજે ઠંડી થોડીક વધારે છે. બહાર આંગણામાં તડકો આવી ગયો છે ચાલો હું તમને તડકે લઇ જાઉં.” અબ્દુલ્લાહભાઈ તેના સહારે હળવે હળવે આંગણામાં