વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 138 આવકવેરા ખાતા દ્વારા દાઉદ ઈબ્રાહિમની જે પ્રોપર્ટીઝ જપ્ત કરવામાં આવી હતી. એમાંથી મોટાભાગની પ્રોપર્ટી દક્ષિણ મુંબઈમાં હતી. એમાં માત્ર બે જ પ્રોપર્ટીની કિંમત 103 કરોડ રૂપિયા થતી હતી. આવકવેરા ખાતાએ જોગેશ્વરીમાં દીવાન શોપિંગ સેન્ટરની ‘એ’ વિંગ અને ચોપાટી વિસ્તારમાં ‘મહેર હાઉસ’ (બૉમ્બે ગેરેજ) જપ્ત કર્યા હતાં એની કિંમત અનુક્રમે રૂપિયા 21 કરોડ અને રૂપિયા 82 કરોડ આંકવામાં આવી હતી. જોકે એ બંને મોટી પ્રોપર્ટી જપ્ત થયા પછી એ પ્રોપર્ટીના નવા માલિકો કોર્ટમાં ધસી ગયા હતા અને તેમણે ધા નાખી હતી કે આ તો અમારી પ્રોપર્ટી છે, આવકવેરા ખાતાને એનું લિલામ કરતા