અંગત ડાયરી - જામનગર

  • 6.2k
  • 1
  • 2.3k

અંગત ડાયરી ============શીર્ષક : જામનગર લેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલ [મારી ડાયરીના આ પાનાને ઐતિહાસિક દસ્તાવેજ સમજ્યા વિના ખુબ હળવાશથી માણવા નમ્ર વિનંતી] સૌને પોતાનું શહેર ગમતું હોય એમાં બેમત નથી, પણ ભારતના પશ્ચિમ કિનારે આવેલું, ગુજરાતના મોટા શહેરોમાં પાંચમો નંબર ધરાવતું અમારું જામનગર છે જ એવું જેના પર સૌને ગૌરવ જ નહિ ગર્વ થાય. જો તમે રાજકોટથી આવતા હો તો હાપા હજુ એકાદ કિલોમીટર દૂર હોય ત્યાં સુંદર મજાનું શિવ મંદિર આપનું સ્વાગત કરતું ઉભું હોય. મારુતિ, મહિન્દ્રા, હ્યુન્ડાઈ, હોન્ડા જેવા અનેક વેહિકલના શો રૂમ વટાવતા તમે જેવા રેલ્વે ઓવર બ્રીજ પરથી જુઓ તો તરત જ, જો રાત્રિ હોય તો