અલમસ્ત ફકીરી હૈયું

(22)
  • 1.5k
  • 6
  • 445

' અલમસ્ત ફકીર હૈયું ' મિડ-વે પર ફુલ સ્પીડમાં ગાડીઓ જઇ રહી હતી . શિયાળાની ઋતુ એટલે ઠંડીના સુસવાટા ....બ્લેક કલરની સ્કોર્પિયો માં કંઈ ખરાબી થવાથી મિડ-વે પર રોકાઈ ગઈ .ડ્રાઇવર બહાર નીકળી ગાડીમાં શુ ખરાબી આવી છે એ માટે બોનેટ ઊંચું કરી જોવા લાગ્યો .સ્કોર્પિયોની અંદર બેઠેલો પ્રતિક કાળા કાંચમાંથી રસ્તા ઉપરની ચહલ-પહલ નિહાળી રહ્યો હતો . બરોબર સામે જ ચા ની થડી પર ભીડ જામેલી હતી . અટલી ઠંડીમાં ગરમાગરમ ચાની ચુસ્કી લેવા લોકો જાણે તડપી રહ્યા હતા . એક ફેમિલી ચાની ગરમાહટ સાથે ખિલખિલાટ હાસ્યને વેરી રહ્યું હતું . પ્રતિકનું ધ્યાન એ ભાઈ તરફ ગયું ચહેરો ખૂબ જાણીતો લાગ્યો