માથાભારે નાથો - 28

(68)
  • 5.4k
  • 4
  • 1.8k

"ટો ટમે એમ કેવા માંગટા છો કે માડી દિકડીને બિલકુલ જ હમજન નઠ્ઠી પડટી છે ? અને કોઈ બે કાઠયાવાડી છોકડા એને ભોલવીને યુઝ કરી લાખહે એમ ? મને એમ કે'વની કે ટમે ટમારા મનમાં શું હમજટા મલે ? ઓ મેડમ આ દિકડી મારી દિકડી છે..ટમે હજુ આ ચંપકલાલ કાંટાવાલાને ઓલખતાં ની મલે.. ઉભો ને ઉભો ચીરી મુકું હાં... કે ! બોલો શું કેટા છો ?" ચંપક અને ચમેલી મિસ તારીણી દેસાઈને મળવા આવ્યા હતા. ચમેલીને વારંવાર મગન અને નાથા સાથે ફરતી જોઈને એ ખિજાતા હતા.અને એની ફરિયાદ ચમેલીએ એના તાત ચંપકને કરી હતી. ચંપક ગોટાવાળો ગોટા તળતો તળતો ગોટે ચડ્યો