આ ચલ કે તુજે મૈ લેકે ચલું. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી. વેકેશન પડ્યું એટલે જીયા અને જહાન, બંને બાળકો બહારગામ ફરવા લઇ જવાની જીદ કરવા માંડ્યા. થોડા સમય પહેલાં જ લોન લઈને અતુલે આ બે બેડરૂમ - હોલનું ઘર ખરીદ્યું હતું, એના હપ્તા ચાલુ હતા. બાળકોને સ્કુલમાં જવા આવવા માટે તો સ્કૂલબસ આવતી હતી, પણ એમને ક્લાસમાં લેવા મુકવા જવા માટે વાહનની જરૂરીયાત હતી. રક્ષાબંધન, વર્ષગાંઠ અને કેટલાક પ્રસંગોમાં મળતી ભેટના તેમ જ ઘરખર્ચમાં કરકસર કરીને નિરાલીએ થોડા પૈસા બચાવ્યા હતા, બાકીના પૈસા અતુલે એક ફ્રેન્ડ પાસે ઉછીના લઈને નિરાલી માટે એક સ્કુટી ખરીદી લીધું. એટલે બાળકોને ક્લાસમાં લેવા મુકવા જવાની