અર્ધ અસત્ય. - 46

(249)
  • 8.6k
  • 11
  • 5.6k

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૬ પ્રવીણ પીઠડીયા રઘુભા ભયંકર રીતે ચોંકયો હતો. ફ્લેટનાં દરવાજા સાથે કશુંક ધડાકાભેર અથડાયું હતું જેનાં થડકાથી જે પલંગ ઉપર તે સૂતો હતો એ પલંગ પણ હલી ઉઠયો હતો. એકાએક તે ઉભો થઇ ગયો અને ગાદલા નીચે સંતાડેલી બંદૂક હાથમાં લઇને તેનો સેફટી કેચ ખોલ્યો. અહીં કોઇના આવવાની શક્યતાં ઝિરો બરાબર હતી છતાં જે ધડાકો સંભળાયો હતો એ તેને સચેત કરવા પૂરતો હતો. સાવધાનીથી તે દરવાજા સુધી આવ્યો અને શ્વાસ રોકીને બહાર શું થાય છે એની પ્રતિક્ષા કરવા લાગ્યો. આ એપાર્ટમેન્ટ સાવ અવાવરૂં પડયું હતું એટલે ઘણાં રખડું કૂતરાઓ અહી દિવસ-રાત પોતાનો અડ્ડો જમાવીને પડયાં રહેતા હતા. તેમાનું