ગેરસમજ

(38)
  • 2.8k
  • 2
  • 870

આખરે સુમિત અને સુસ્મિતાના છુટાછેડાના ચુકાદાનો દિવસ આવી પહોચ્યો. તેમના કેસનો ચુકાદો કદાચ સવારના સેશનમાં આવશે તેથી સમયસર આવી જવા સુમિતના વકીલે તેને કહ્યું હોવાથી તે થોડોક વહેલો આવી ગયો હતો. ન્યાયમંદિર સંકુલમાં ફેમીલી કોર્ટની બહાર મુકેલા આધુનિક બાંકડા પર સુમિત લાંબો થઈને બેઠો હતો. ન્યાયાલય સંકુલમાં ધીરે ધીરે ચહલપહલ વધવા માંડી હતી. સુમિત આંખો બંધ કરી કંઈક વિચારી રહ્યો હતો ત્યારે તેના કાને કોઈ સ્ત્રીનો અવાજ પડ્યો “ રહેવા દો, તમને એમાં ખબર નહિ પડે”. તેમના લગ્ન જીવનના શરૂઆતના દિવસોમાં સુસ્મિતા અવાર નવાર તેને વિશિષ્ટ લહેકામાં આ શબ્દોથી ટોકતી હતી. માનો કે તે સુસ્મિતાનું “તકિયાકલામ” હતું. તેણે આંખો ખોલી