અણબનાવ - 1

(64)
  • 11k
  • 6
  • 7.7k

અણબનાવ-1 “ઓ...ઝડપથી કહી દે જે કહેવું હોય તે, કાચબાછાપ!! હું રાજકોટ જવા માટે નીકળું છું.મારે ઉતાવળ છે.” સમીરે કારનો કાચ ખોલ્યોં અને બાજુમાં પાનનાં ગલ્લે જ ઉભેલા આકાશને કહ્યું.આકાશે વળી હાથથી નીચે ઉતરવા ઇશારો કર્યોં.સમીરે કાર અને કારનું એ.સી. બંને ચાલુ જ રાખ્યાં.જુનાગઢ શહેરમાં ઉનાળામાં સવારથી ઉકળાટ અસહ્ય હોય છે.એમાં પણ સમીર જેવા ફેકટરીનાં માલીકને કે જે સતત ‘એરકન્ડીસન્ડ’ વાતાવરણમાં રહેતો હોય એને વધુ ગરમી લાગે.આકાશ તો જુનાગઢનો જ રહેવાસી એટલે આ શહેરનું વાતાવરણ એને માટે સહજ હતુ.સમીર અને આકાશ સ્કુલનાં જુના મિત્રો.આમ તો ડો.વિમલ,રાજુ,રાકેશ અને આ બંને એમ પાંચેય