આર્યરિધ્ધી - ૩૬

(48)
  • 3.5k
  • 4
  • 1.3k

ત્રણ કલાક પછી ભૂમિ અને ક્રિસ્ટલ બંને એ પેલેસ પર પહોંચી ગયા જ્યાં રિધ્ધી અને મેગના હતા. ક્રિસ્ટલ કાર માંથી નીચે ઉતરી. તેણે ગાઉન પહેર્યું હતું એટલે તેને ચાલવામાં થોડી તકલીફ પડી રહી હતી. એટલે ભૂમિ એ તેનો હાથ પકડયો ત્યાર બાદ બંને એકસાથે ચાલવા લાગ્યા. ક્રિસ્ટલ ના બીજા હાથમાં હજી પણ આર્યવર્ધને આપેલી બ્રિફકેસ હતી.ક્રિસ્ટલ ચાલતી વખતે પેલેસ ની સુંદરતા જોવામાં વ્યસ્ત હતી. પેલેસ ના મધ્ય ભાગમાં આવેલા ગુંબજ નીચે પહોંચ્યા બાદ ત્યાં રહેલી ચાર લિફ્ટ માંથી એક લિફ્ટ માં ભૂમિ ક્રિસ્ટલ ને લઈ ગઈ. લિફ્ટમાં ગયા પછી ક્રિસ્ટલે ભૂમિ ને પૂછ્યું, તું મને અહીં શા માટે લઈને આવી