અણધારી કિસ્મતખુશનુમા સવાર અને સુરજના હુંફાળા કિરણો આંખ પર સ્પર્શતાની સાથે જ ઉઠી એક અલ્લડ છોકરી. નામ અમી. 16વર્ષની જ આમ તો, પણ ઉંમર કરતાં ઘણી વધારે જ સમજદાર કહી શકાય એવી. બાળપણ પોતાની જ રીતે મસ્તીમાં જીવી લીધું. ક્યારેય કોઈની ફરિયાદ કરવા જેવી તો અક્કલ પણ ક્યાં હતી ? જાણે જન્મથી જ ચાલશે, ભાવશે અને ફાવશેનો મંત્ર લઇને આવી હતી.એક મોટા સામાજિક રુવાબ ધરાવતા, મધ્યમ વર્ગીય કુટુંબમાં અમીનો જન્મ થયો. દાદા-દાદી, પપ્પા-મમ્મી, કાકા-કાકી બધા જ સાથે જ રહેતાં. સમય જતાં દાદાજીના દેહાંત પછી સંયુક્ત કુટુંબ વિભક્ત કુટુંબમાં ફેરવાઈ ગયું. હવે દાદી, પપ્પા-મમ્મી અને નાનો ભાઈ કુશ એજ અમીનો પરિવાર