જરા વિચારો જોઇએ કે કોઇ વ્યક્તી અતિશય ટેલેન્ટેડ હોય, હોશીયાર હોય પણ તેના પર તલભારનોય વિશ્વાસ મુકી શકાય તેમ ન હોય તો શું તમે તેને નોકરીએ રાખશો? કોઇ વ્યક્તી વારંવાર પોતાની વાત પરથી પલટી જતા હોય, વાતે વાતે ખોટુ બોલતા હોય, દરેક સમયે વિરોધાભાસી વર્તન કરતા હોય, તેઓના વાણી વર્તનમા જરા પણ મેળ બેસતો ન હોય તો શું તેવા લોકોની વાત સાંભળી તેઓનો પક્ષ લઇ તેમને સહકાર આપી શકશો? એક વખત તમને જે વ્યક્તી પર શંકા થઈ ગઈ છે તે વ્યક્તી પછી ગમે તેવા દંભ દેખાડા કરી લે કે કદાચ તે સાચો પણ હોય તો શું તમે તેનો જડપથી વિશ્વાસ