અર્ધ અસત્ય. - 43

(233)
  • 7k
  • 11
  • 5.2k

અર્ધ અસત્ય. પ્રકરણ-૪૩ પ્રવીણ પીઠડીયા “રાજસંગ, મને તારી ઉપર સંપૂર્ણ ભરોસો છે. તું સુરત જા અને ઉઠાવી લાવ સાલાઓને. પછી એ છે ને આપણે છીએ. હરામખોર વંઠેલોએ સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરી રાખ્યું છે અને વળી પાછા આપણને જ શેખી દેખાડે છે. જોઇએ હવે કેમ બચે છે એ. તું ઉપડ, મારાં તરફથી તને પૂરેપૂરી આઝાદી છે. ચાહે તે કર પણ હવે રઘુભા અને દિક્ષિત બચવા જોઇએ નહી.” દેવેન્દ્ર દેસાઇએ રાજસંગની વાત સાંભળીને તેને સુરત જવા પરમિશન આપી દીધી હતી. રાજસંગને તો એટલું જ જોઇતું હતું. તેણે એક કોન્સ્ટેબલને સાથે લીધો અને જીપને સુરતની દિશામાં ભગાવી મૂકી. શરૂઆતમાં તે ઈચ્છતો હતો