અણમોલ રત્ન

(16.9k)
  • 4.4k
  • 1
  • 1.6k

પૂર્વી અને હર્ષ કોલેજમાં સાથે ભણતાં હતા. બંને ભણવામાં હોશિયાર હતા. બંનેએ ઉચ્ચ ગુણો સાથે માસ્ટર્સ પૂરું કરી આઈ.એ.એસ. ની પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી હતી. બંને જણ પ્રથમ પ્રયત્ને આઈ.એ.એસ. ની પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ પણ થઇ ગયા હતા અને મેઈન પરીક્ષાની તૈયારી શરુ કરી દીધી હતી. તે દરમ્યાન પૂર્વીના માતૃશ્રીનું અવસાન થવાથી તેણે આગળ આઈ.એ.એસ. મેઈન પરીક્ષા આપવાનું મુલત્વી રાખ્યું હતું.પૂર્વીના ઘરમાં કુલ પાંચ સભ્યો હતા. તેના માતા પિતા ઉપરાંત તે ત્રણ બહેનો હતી. તેને ભાઈ ન હતો. તેના માતૃશ્રીનું ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. તેના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સેવા બજાવી નિવૃત્ત થયા હતા અને હાલ