દિલ કહે છે - 10

(25)
  • 5.1k
  • 2
  • 1.7k

તો સાંભળ, જે દિવસે તું જન્મવાની હતી તે દિવસે જ સવારે તારી મમ્મી અહીં આશ્રમમાં આવી. તેની હાલત એટલી નાજુક હતી કે તે કંઈ પણ કહેવા માટે અસમર્થ હતી. સાયદ તે મને તને સોપવા જ આવેલી હોય... !!!! તેનું માતૂહદય તે શબ્દો બોલતા ડરતું હતું. તેમને મને એક તસ્વીર આપી જેમાં તેના પુરા પરીવારની ફોટો હતી, ને પાછળ એક ચીઠી પણ હતી. હજું તે કંઈ બોલે તે પહેલાં જ તેને અસહ્ય પેટનો દુખાવો થવા લાગયો ને અમે તેને હોસ્પિટલ લઈ ગયાં. ત્યાં જતાં જ તારો જન્મ થયો. તેણે છેલ્લી વાર તને ગળે લગાવી ને હંમેશા માટે જ આ દુનિયાથી વિદાઈ