મંદિર

(16)
  • 4.6k
  • 1.5k

આછા કેસરિયા રંગના પથ્થર, આકર્ષક ઘુમ્મટ, ભાત ભાતની કોતરણીવાળી દીવાલો, અગરબત્તી અને ધૂપની સુગંધવાળું ધૂંધળું વાતાવરણ, ઘંટડીના સુરીલા રણકાર, ઠંડા- ઠંડા પગથિયાં, સ્વછતા-અભિયાન સિદ્ધ કરતો મોટો ખંડ, અનુશાષિત હારબંધ પથરાયેલ આસન , મોટા પ્રાંગણમાં પકડદાવ રમતા સુખા પાંદડા, મીઠી પ્રસાદની સુવાસ , ધીમો એક સૂરમાં થતો મંત્રનાદ, મંદ મંદ હસતી શ્રી ક્રિષ્ણની મૂર્તિ , અને નીરવ શાંતિ ..... કંઈક આવું જ દૃશ્ય નઝર સમક્ષ ઉભું થાય છે ને જયારે મંદિર શબ્દ કાનમાં આવી થપ્પો આપી જાય છે. ભગવાનનું ઘર આસ્થા નું પ્રતીક પવિત્ર સ્થાન જેવા ઘણા ઉપનામોથી સમ્માનિત છે મંદિર. ચાલો આજે , એક અલગ દિશામાં જઈને નવીન વ્યાખ્યા પર