દિવ્ય પ્રેમ

(24)
  • 3.6k
  • 2
  • 1.1k

'દિવ્ય પ્રેમ'. હેમાલી એકદમ ચુલબુલી છોકરી થોડીવારમાં ગમે તેનુ દિલ જીતી લે. એના ચહેરા પર હંમેશા મીઠું સ્મિત ફરકતું હોય. મળતાવડા સ્વભાવને લીધે તેના ઘણાં બધા મિત્રો હતા. તે દેખાવે પણ ખૂબ આકર્ષક હતી. સુંદર ગોળમટોળ ચહેરો અને ઉજળો વાન હસે ત્યારે ગાલમાં ખંજન પડે. આથીજ સૌની પ્રિય સહેલીમાં તેનુ નામ મોખરે હોય. હેમાલી ભણવામાં પણ ખૂબ હોંશિયાર. કમ્પ્યુટર એંજીનિયરિંગમાં આ તેનું છેલ્લું વર્ષ હતું. દર વર્ષે એ ડીસ્ર્ટીક્શન માર્કસથી પાસ થતી. કોલેજમાં તેના ઘણાં બોય ફ્રેન્ડસ પણ હતા. પણ તેની મિત્રતા નિખાલસ હતી. સારી જોબ મેળવવાનું તેનું સ્વપ્ન હતું. આથીજ તે ખૂબ મહેનત કરતી. કમ્પ્યુટરનો કોર્ષ પુરો