વન્સ અપોન અ ટાઈમ - 132

(80)
  • 6.4k
  • 10
  • 3.5k

બે દિવસ પછી અમે ફરીવાર પપ્પુ ટકલાને મળ્યા. વાત જ્યાંથી અધૂરી હતી ત્યાંથી તેણે આગળ માહિતી આપવાનું શરૂ કર્યું: “હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ, પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ સહજપણે જ અંડરવર્લ્ડના ‘ભાઈલોગ’ના આદેશનું પાલન કરતા હતાં. અને કોઈ ફિલ્મસ્ટાર કે પ્રોડ્યુસર યા ડિરેક્ટર ‘ભાઈ’ની વાત માને નહીં તો તેમને દુબઈ કે કરાંચીથી ફોન પર ધમકી અપાતી હતી કે “જો બોલ રહા હું ચૂપચાપ સૂન લે ઔર જૈસા બોલા જાય વૈસા કર નહીં તો ઠોક ડાલૂંગા.”