કિરણ ઉજાસનું

(12)
  • 3.3k
  • 1
  • 1k

ગુલાબી રંગના સલવાર કમીજ પર કસુંબલ રંગનો દુપટ્ટો ઓઢી મેઘના ધર્મશાલા શહેરમાં પ્રવાસીઓની ભીડ ચિરતી ચિરતી લગભગ બજારના બીજા છેડે પહોંચવા આવી હતી. સુરજ આથમી રહ્યો હતો. હજુ હવામાં ઉકળાટ હતો. જૂન મહિનો અડધો થવા આવ્યો હતો. આકાશમાં વાદળ બંધાતા હતા પરંતુ વરસાદ આવવાના કોઈ એંધાણ દેખાતા ન હતા. સાંજ હળવે પગલે તેના આગમનની છડી પોકારી રહી હતી. ભીડમાંથી બહાર નીકળી એટલે મેઘનાને હવાની ઠંડી લહેરખીઓનો સ્પર્શ વર્તાયો. પ્રસ્વેદથી ભીંજાએલ શરીર પર ભેજ વાળી હવાના હળવા થપેટા શરીરમાં ઠંડક પ્રસરાવતા હતા. તે થોડીવાર આંખો બંધ કરી ઠંડી હવાને માણતી માણતી આગળ વધતી રહી. એકાએક તેની સાથે કોઈ અથડાયુ એટલે તેની