૩નવેમ્બર–ર૦૦૦. આજે કોલેજનો પ્રથમ દિવસ, વિશાળ કેમ્પસ. ઝળહળતા સપના દરેક ફ્રેશરની આંખોમાં સ્પષ્ટ દ્રષ્ટિગોચર થતાં હતાં. જાણે દરેક એનાં લક્ષ્ય માટે કટિબદ્ધ હતાં. વેલ... પપ્પાનાં મિત્રની ઝેનમાં અમે કેમ્પસમાં એન્ટ્રી મારી. કાર સ્ટેટસ વધારે એ પપ્પાની કદાચ માન્યતા હતી. પણ હું વિશાળ કેમ્પસમાં મારા આભથી ઊંચા સપનાઓ લઈ પ્રવેશ્યો.