વૈશ્યાલય - 5

(75)
  • 12.5k
  • 3
  • 6.6k

ચહેરા પર થોડું આછું સ્મિત ધારણ કરી એ વૃદ્ધ સ્ત્રી જોઈ રહી આ બન્ને યુવાનને, મનમાં જ બોલવા લાગી, "હવે ક્યાં આ શરીરમાં તમારી વાસના સંતોષવા માટે તાકાત રહી છે, મારી મસ્ત જુવાની તો શહેરના શાહુકારોએ ચૂસી લીધી છે." પછી જાગૃત થતા એ સ્ત્રી બોલી, "હા, પૂછો જે પૂછવું હોઈ એ." આટલું બોલતા પણ એને તકલીફ થતી હતી. કદાચ વર્ષો પછી એની પાસે કોઈ યુવાન આવ્યો હતો, કોઈ યુવાને એને કઈક પૂછવાની અધીરાઈ રાખી હતી. અંશે ખુદ પર કાબુ રાખી, સ્પષ્ટ શબ્દોમાં અને ભાવના સાથે પૂછી નાખ્યું, " તમે આ જગ્યા પર કઈ રીતે આવ્યા? કહેવાનો મતલબ કે તમે શોખથી આવ્યા