કૂબો સ્નેહનો - 16

(25.6k)
  • 4.8k
  • 3
  • 2.4k

? આરતીસોની ? પ્રકરણ : 16 ઐદિપક અને મંજરી બંને એકબીજાને પસંદગી પર ખરા તો ઉતરે છે પણ દિપક કંઈ કહેવા માંગે છે કહીને સહુને ચોકંદા કરી મૂકે છે.. અમ્મા અને વિરાજનું હૈયું ક્ષણભર માટે ધડકી જાય છે.. 'દિપક શું કહેવા માંગતો હશે...?' સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ મધદરિયે પેટાળમાં જેવી ઘુમરીઓ ફરી વળે, એવી ઘુમરીઓ અચાનક દિપકના બોલવાથી અમ્માના મનમસ્તિષ્કમાં ઘુમરાવા લાગી હતી. અમ્મા પોતે સ્થિતપ્રજ્ઞ અને દરેક પરિસ્થિતિમાં માનસિક સ્વસ્થતા ધારણ કરવા ટેવાયેલાં હતાં. ને એથી ભીતર ઉઠેલો અણધાર્યો દાવાનળ બહારથી તો બાળકનાં પારણાં જેવો હળવો હળવો હિલ્લોળો જ લાગી રહ્યો હતો. “હું મારો એક વિચાર રજૂ