પલ પલ દિલ કે પાસ - અરુણા ઈરાની - 6

(19)
  • 6.4k
  • 2.1k

૧૯૬૦ ની સાલ ની વાત છે.સ્ટુડીયોમાં દિલીપકુમારની એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. દિલીપકુમારનું ધ્યાન બાર તેર વર્ષની છોકરી પર પડે છે.તે છોકરી પ્રાર્થના ગીતના દ્રશ્યમાં અન્ય છોકરીઓ સાથે ટોળામાં હતી. દિલીપકુમાર અચાનક તેની નજીક આવીને પૂછે છે....” એય ..લડકી, ડાયલોગ બોલેગી?” છોકરીએ ઉત્સાહથી હા પાડી અને ડાયલોગ બોલી પણ બતાવ્યા.