અંગારપથ - ૩૧

(274)
  • 8.8k
  • 15
  • 5.3k

અંગારપથ. પ્રકરણ-૩૧. પ્રવીણ પીઠડીયા. “જૂલી?” કમિશ્નર અર્જૂન પવારનાં શબ્દોમાં અપાર આશ્ચર્ય સમાયેલું હતું. આ નામ તેણે ક્યાંક સાંભળ્યું હતું. પણ ક્યાં, એ તાત્કાલિક યાદ આવ્યું નહી. તેણે મગજ કસ્યું અને એકદમ જ તે ચોંકી ઉઠયો હોય એમ નજર ઉંચી કરીને અભિમન્યુની દિશામાં જોયું. “જૂલી… મિન્સ જૂલીયા. તું ક્યાંક પેલી ગોરી રશીયન યુવતી જૂલીયાનું તો નથી પૂછતો ને! જે થોડા સમય પહેલાં કલિંગૂટ બીચ ઉપર મરેલી હાલતમાં મળી આવી હતી?” કમિશ્નરનાં અવાજમાં ભારે ઉત્તેજના ભળી ચૂકી હતી. અભિમન્યુએ કંઇ અમથું જ જૂલીનું નામ લીધું હોય એ શક્યતાઓ બહુ ઓછી હતી. જરૂર કોઇ અગત્યની વાત હશે. તેનું દિમાગ બહું ઝડપથી