અર્ધ અસત્ય. - 36

(221)
  • 8.7k
  • 15
  • 5.6k

અભયને યાદ હતું કે અનંતના પિતા ભૈરવસિંહ અને વૈદેહીસિંહ બન્ને જોડિયા સંતાનો હતા. બન્નેનો જન્મ ૧૯૬૪ની સાલમાં થયો હતો. એ તારીખો તેને અનંતે જણાવી હતી. તેણે ગણતરી માંડી, એ હિસાબે વૈદેહીસિંહની ઉંમર અત્યારે લગભગ પંચાવન વર્ષની હોવી જોઇએ. ઉંમરના હિસાબે તેઓ ઘણાં જાજરમાન દેખાતા હતા. જે તેમને જાણતાં ન હોય અને પહેલીવાર મળે તો તેમને ચાલીસ બેતાલીસ વર્ષની ઉંમરના ધારી લે એટલી વ્યવસ્થિત રીતે તેમણે પોતાની જાતને મેઇન્ટેઇન રાખ્યાં હતા. તો પછી તેમણે લગ્ન શું કામ નહીં કર્યા હોય? અભયનાં મનમાં સવાલ ઉદભવ્યો. વૈદેહીસિંહનો દેખાવ અને ઠસ્સો એકદમ ઉડીને આંખે વળગે એવો હતો.