સંબધ

(15)
  • 3k
  • 4
  • 857

"""સંબંધ"""આરૂષ શું તે ક્યારેય સૂર્ય અને ચંદ્ર ને એક સાથે ઊગતાં અને આથમતા જોયા છે? કેટલાં સુંદર લાગે છે જોને. એક તરફથી રતુંબડો ઢળતો સૂરજ અને બીજી તરફ આછા પ્રકાશ વાળો શિતળ ચાંદ બન્ને કેટલાં સુંદર લાગે છે નહી? શિખા બોલી, પણ જુએ છે તો આરૂષ નું ધ્યાન તેનાં તરફ ના રેહતાં સેલ્ફી લેવામાં વ્યસ્ત હતું. શિખા થોડી હસી અને આરૂષને ત્યાં છોડીને આગળ નાં સિનારિયો જોવા ચાલી ગઈ. કેમકે તે કુદરતને મન ભરીને માણવા માંગતી હતી,હાથ ફેલાવીને કુદરતમાં એકાકાર થવામાં માનતી હતી જ્યારે આરૂષ આસપાસની દરેક વસ્તુને પોતાના ફોનમાં સોરી ફોટામાં એક યાદ તરીકે સંગ્રહ કરવા માંગતો હતો.