હસીન ચક્રવ્યૂહ

(67)
  • 7.9k
  • 5
  • 3.4k

આનંદને ન્યુયોર્ક યુનીવર્સીટીમાં એમ.બી.એ.ના કોર્ષમાં દાખલ થયાને ચાર વર્ષ પુરા થવા આવ્યા હતા. આ તેનું છેલ્લું સેમિસ્ટર હતું પરંતુ હજુ સુધી તેનો કોઈ અંગત મિત્ર કે ગર્લ ફ્રેન્ડ ન હતી. યુનીવર્સીટી કેમ્પસમાં ઘણી બધી ફેકલ્ટી હતી. ઘણા એશીયન વિદ્યાર્થીઓ પણ હતા પરંતુ હજુ સુધી તેને કોઈની સાથે ગાઢ મિત્રતા બંધાઈ ન હતી. એક દિવસે તે કોલેજ પૂર્ણ થયા પછી તેમને બીઝનેસ એડમિનિસ્ટ્રેશન શીખવતા પ્રોફેસર સાથે કોઈ મુદ્દા વિષે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે એક ઉંચી, શશક્ત અને દેખાવડી એશીયન છોકરી તેની સામે હાસ્ય ફરકાવી પસાર થઇ. આનંદ તે યુવતીને ઓળખતો ન હતો તેથી તેનું તેની સામે જોઈ હાસ્ય ફરકાવવું થોડુક