લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૮ (અંતિમ)રીંકલ પોતાના બંગલાના હોલના કાચના દરવાજા પાસે પહોંચી અને પારદર્શક કાચમાંથી જોયું તો પતિ અજ્ઞયકુમાર હતો. તેનો ચહેરો જોઇ તે ગુસ્સા અને આશ્ચર્ય સાથે બોલી હતી:"તું...." પણ એ અવાજ કાચની બીજી બાજુ દયામણા ચહેરે ઊભેલા અજ્ઞયકુમાર સુધી પહોંચ્યો ન હતો. અજ્ઞયકુમાર રીંકલના ચહેરાના હાવભાવ જોઇને સમજી ગયો હતો કે તે પોતાને જોઇને બહુ ગુસ્સામાં છે. અજ્ઞયકુમારે તેને દરવાજો ખોલવા ઇશારો કર્યો. રીંકલને તેના પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તે અજ્ઞયકુમાર સાથે બોલવા માગતી ન હતી. અને તેનો ચહેરો જોવા માગતી ના હોય એમ પીઠ ફેરવીને ઊભી રહી ગઇ. અજ્ઞયકુમાર પોતાની સાથે આવો ખરાબ વ્યવહાર કરશે