વન્સ અપોન અ ટાઈમ - 131

(85)
  • 6.5k
  • 10
  • 3.7k

બૉલીવુડ અને અંડરવર્લ્ડ વચ્ચે મજબૂત સંબંધ બંધાયો એની પાછળ માત્ર અંડરવર્લ્ડની ધાક જ કારણભૂત નહોતી. ઘણા ફિલ્મસ્ટાર્સ, પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સ પોતાની મરજીથી ‘ભાઈલોગ’ સાથે સંબંધ રાખતા હતા. દાઉદે મુંબઈ છોડીને દુબઈમાં ધામો નાખ્યો એ પહેલાંથી જ ઘણા ફિલ્મસ્ટાર્સ તેના દરબારમાં કુર્નિશ બજાવવા જતા હતા. ઘણા સ્ટાર્સને મુંબઈના ટેમકર મહોલ્લામાંથી દાઉદ અને નૂરા કે અનીસનું તેડું આવે એટલે સ્ટાર્સ બધા કામ પડતા મૂકીને દાઉદ ઈબ્રાહિમના ‘દરબાર’માં પહોંચી જતા.