યારા અ ગર્લ - 25 - છેલ્લો ભાગ

(53)
  • 4.4k
  • 3
  • 1.6k

ને એ સવાર ઊગી ગઈ. સવાર થી જ મહેલમાં ખૂબ ચહેલપહેલ હતી. વોસીરોની પ્રજા પોતાના નવા વારસદાર ને જોવા ઉત્સુક હતી. લોકો ઉત્સાહ થી રાજમહેલ તરફ જઈ રહ્યાં હતાં. હજારો લોકો થી મેદાન ભરેલું હતું. મહેમાનો પણ આવી ચૂક્યા હતાં.રાજા ચાર્લોટ, રાણી કેનોથ, ફિયોના અને રાજકુમાર કવીન્સી સાથે ત્યાં પહોંચી ચૂક્યા હતાં. રાજા મોરોટોસ રાજમાતા સાથે ત્યાં આવ્યાં. તેમણે બધાં જ મહેમાનોનું ખૂબ ભાવ થી સ્વાગત કર્યું. ને સમારંભમાં સામેલ થવા બદલ બધાનો આભાર માન્યો. બીજા રાજાઓ એ પણ પોતે લાવેલ ભેટો તેમને આપી. હવે ભેટ આપવાનો વારો રાજા ચાર્લોટ નો આવ્યો. તેમણે ઉભા થઈ ને ખૂબ આદર સાથે રાજમાતા અને ત્યાં ઉપસ્થિત મહેમાનોનું