અનંતનો ફોન કેમ બંધ આવે છે એ વિચાર ક્યારનો તેના મગજમાં ઘૂમરાતો હતો. સવારે અનંતનો ફોન આવ્યો નહીં ત્યારે જ તેણે ફોન કરી લેવો જોઇતો હતો પરંતુ આખો દિવસ તે એટલો વ્યસ્ત રહ્યો હતો કે એ વાત તેના દિમાગમાંથી સાવ નિકળી જ ગઇ હતી. અત્યારે વિષ્ણુંબાપુની હવેલીના દિવાનખંડમાં બેસીને તે અફસોસ કરવા સિવાય બીજું કશું કરી શકે તેમ નહોતો. વળી હવેલીમાં કોઇ હતું નહી એ આશ્વર્ય પણ થતું હતું. આ પહેલા એક વખત તે અહીં આવી ચૂકયો હતો ત્યારે પણ એક નોકર સિવાય બીજું કોઇ તેને દેખાયું નહોતું.