અંગારપથ - ૩૦

(282)
  • 8.7k
  • 17
  • 5.2k

અંગારપથ. પ્રકરણ-૩૦. પ્રવીણ પીઠડીયા. અભિમન્યુ ભારતીય આર્મીનો એક અતી કાબેલ અને હોનહાર સિપાહી હતો. વિપરીત સંજોગોમાં પણ હાર માનવાનું કે નમતું જોખવાનું તે શિખ્યો જ નહોતો. એવા ગુણધર્મો તેના લોહીમાં કદાચ જન્મજાત હતાં જ નહી. અને જીવનમાં ક્યારેક એવો સમય આવતો ત્યારે તે કોઇ ખૂંખાર વિફરેલાં વાઘની જેમ ગર્જી ઉઠતો અને સામેવાળાને તહસ-નહસ કરી નાંખતો. અત્યારે પણ કંઇક એવું જ થયું હતું. કમિશ્નરે જાણી જોઇને તેને ઉશ્કેરી મુકયો હતો જેના લીધે તેનાં હદયમાં ક્રોધની જ્વાળાઓ ફાટી નીકળી હતી. “રક્ષાનાં ગુનેહગારો જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી હું શાંત નહી બેસું એ તમને ખબર છે. એ મામલામાં ભલે