પોતાની જાતને ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ સર્વોચ્ય માનતો માનવી એ હદે પોતાની કરણી પર વિશ્વાસ ધરાવે છે કે તેનાથી થતી નુકસાનીને શરૂઆતમાં નજર અંદાજ કરે અને પછી એકદમ મોટું નુકસાન ભોગવે છે. આ લેખમાં આપણે એવા પ્રાણીઓ વિષે વાત કરવી છે જે વર્ષોથી માનવીની સેવા કરતા હતા અને માનવીએ તેની કદી ગણના ન કરી અને આજે તેની કિંમત ચૂકવે છે. ગરોળી: જેને જોઈને ચીતરી ચડી જાય તેવું આ સરીસૃપ વર્ગનું પ્રાણી આમ તો માનવી સાથે વર્ષથી રહે છે. ગુફામાં માનવી જ્યારે વસવાટ કરતો થયો ત્યારે ગુફાની દિવાલમાં થતાં કિટકો ખાઈ જઈ તેણે માનવીની સેવા કરવાની શરૂઆત કરી. ગુફાવાસી માનવે વર્ષો