લાઇમ લાઇટ - ૪૭

(177)
  • 6.1k
  • 8
  • 3.2k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૭સાકીર ખાનને ફસાવવામાં રસીલીએ મોટી ભૂમિકા ભજવી હતી. સાકીરની દરેક અપડેટ પર તેની નજર રહેતી હતી. બલ્કે તેના કારણે જ સાકીરના કેસમાં કેટલીક અપડેટ આવી રહી હતી. સાકીર ખાનને ડ્રગ્સના કારોબારમાં પોલીસના હાથે પકડાવ્યા પછી તે જલદી છૂટી ના શકે એ માટે રસીલી ચક્કર ચલાવ્યા કરતી હતી. પોલીસને સાકીરના રૂપમાં મોટી સફળતા મળી હોવાથી તે રસીલીની આભારી હતી. અને આ કેસમાં તે રસીલી ઉપર જ વધારે આધારિત હતી. એટલે જ રસીલીનો પીછો કરતા સાકીરના વકીલના માણસને પોલીસે તરત જ દબોચી લીધો હતો. રસીલીની મદદથી સાકીર વિરુધ્ધનો કેસ મજબૂત બની રહ્યો હતો. પોલીસ પાસે સાક્ષીઓ વધી રહ્યા હતા.