કૂખ - 10

(12)
  • 3.2k
  • 3
  • 1.4k

અરવિંદભાઈ લગભગ સાડા નવ વાગ્યાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. મોબાઈલ પર વાત કરી બેઠક કરવાનો સમય નક્કી કરી લીધો હતો. અંજુને પ્રકાશ બરાબર દશના ટકોરે આવી જવાનાં હતાં. તેથી તેઓની વરસાદના જેમ રાહ જોતા હતા. પોતે દરરોજ કરતાં વહેલા ઊઠી ગયા હતા અને દક્ષાને પણ થોડી વ્હેલી ઉઠાડી રીતસરનું કહી જ દીધું હતું : ‘તું થોડી વ્યવસ્થિત તૈયાર થજે !’ ‘કેમ !’ દક્ષાએ નવાઇ પામી સામે સવાલ કર્યો હતો : ‘મને કોઈ જોવા આવવાના છે !?’ અરવિંદભાઈએ નવલી નજરે પળભર દક્ષા સામે જોઇને કહ્યું હતું : ‘ગાંડી ! સમજી લેને તને જોવા જ આવવાના છે ?’ દક્ષ કશું સમજી નહી તેથી અવઢવમાં પલંગ પાસે એમ જ ઊભી રહી. ત્યાં અરવિંદભાઈ લગોલગ આવીને બોલ્યા : ‘તારા દેખાવ અને રૂપ-રંગ પ્રમાણે ભાવ થશે !’ અરવિંદભાઈના સ્વરમાં પ્રેમ હતો કે નરી નફ્ફટાઈ હતી તે ખુદને પણ ખ્યાલ આવી શકે તેમ નહોતો.