પ્રેમનો કિનારો - ભાગ ૧

(62)
  • 9.6k
  • 7
  • 6.2k

પૂર્વની ક્ષિતિજે ધીમે ધીમે સૂરજ ઉગતા સોનેરી કિરણો ધરા પર ફેલાઈ રહ્યા હતા. આકાશ સ્વચ્છ ભૂરા જળ જેવું પ્રતિત થતું હતું. પ્રભાતિયાં અને દુહાના મીઠા સૂરોથી વાતાવરણ જીવંત બની ગયું હતું. સવારે ખેડૂતો પોતાના બળદોને લઈને ખેતર તરફ જતા હતા. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો મીઠો રણકાર અત્યંત કર્ણપ્રિય લાગી રહ્યો હતો. ગોવાળો ગાયોનાં ધણને ચરાવવા માટે નીકળી પડે છે. મંદિરોનો દિવ્ય ઘંટનાદ શ્રદ્ધાળુ લોકોનાં હૃદયમાં ભક્તિમય સંવેદનો જગાવી રહ્યા હતા. સવારની આવી તાજગીને માણવાને બદલે મુક્તિ રજાઈ ઓઢીને નિરાંતે સૂઈ રહી હતી. બારીમાંથી આવતા સૂર્યના સોનેરી કિરણો મુક્તિના ચહેરા પર ફેલાયા. મુક્તિ આંખ ચોળતી