? આરતીસોની ? પ્રકરણ : 14 મંજરી માટે પ્રિન્સિપાલ સાહેબે શહેરમાં ભણતા વિવેક ઉપર પસંદગી ઉતારી હતી. અમ્મા આટલાં સરસ સગપણની વાતથી રાજીના રેડ થઈ ગયાં હતાં. હવે આગળ.. સઘડી સંધર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ આ બાજુ વિરાજને શહેરના કોંક્રિટનો ભૂતાવળ માફક આવી ગયો હતો. આઈ. ટી. એન્જિનિયરીંગમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ પાસ કરી માસ્ટર ડીગ્રી પણ મેળવી લીધી હતી. તરત જ વિરાજે એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ એપ્લાય કરી હતી. પરંતુ ત્યાંથી કોઈજ જવાબ નહોતો આવી રહ્યો. એટલે એ ચિંતિત થઈ ગયો હતો અને દિક્ષાને કહ્યું, “એકવાર સારા પગાર સાથે કોઈ મોટી કંપનીમાં જૉબ મળી જાય તો.." દિક્ષાએ વિરાજનો આત્મવિશ્વાસ વધારતાં કહ્યું,