ઘરની લક્ષ્મી સ્ત્રી

(39)
  • 3.6k
  • 4
  • 920

"ઘરની લક્ષ્મી સ્ત્રી"લે. નીરવ પટેલ "શ્યામ"ગામડું છોડીને સારું જીવન જીવવા માટે પરેશ શહેરમાં નોકરી કરી જીવન વિતાવવા લાગ્યો. તેના લગ્ન તો ગામમાં હતો ત્યારે જ થઇ ગયા હતા. પત્ની પણ ખુબ જ સમજદાર મળી. નામ એવા જ ગુણ, વૈદેહી. જાણે સીતા માતાના બીજો અવતાર. આદર્શવાદી ગૃહિણી. બે ફૂલ જેવા બાળકો પણ ઈશ્વરે આપ્યા.પરેશને શહેરમાં સારી કંપનીમાં નોકરી હતી. પગાર પણ સારો. આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ. પણ પગાર સાથે ખર્ચા પણ એવા. શહેરના સારા વિસ્તારમાં ઘર ભાડે રાખ્યું. રોજ ઓફિસ જવા માટે કાર ખરીદી. બાળકોને સારી શાળામાં ભણવા માટે મૂક્યા. તેનો મોટાભાગનો પગાર તો ઘરના ભાડા, બાળકોની ફી અને ગાડીના હપ્તામાં જ