શું બદલાયું ને શું બદલાશે?

(17)
  • 4.3k
  • 1
  • 1.1k

આભા ઑફિસેથી ઘરે આવતાની સાથે જ ઘરનું દૃશ્ય જોઈ અકળાઈ ગઈ. પર્સ સૉફા પર ફેંકી, રસોડામાં ગઈ. રસોડામાં કુમુદબેન ટેબલ પર ચડી માળીયાના કબાટનાં દરવાજા સાફ કરી રહ્યાં હતાં. "મમ્મી, તમે ક્યારેય કોઈની વાત માનશો ખરા? રાવજી પાસે ઘરની સફાઈ કરાવવાનું નકકી કર્યા પછી પણ તમે આમ ટેબલ પર ચડી કામે લાગી ગયાં? ના કરે નારાયણ ને તમારો પગ લપસી ગયો, તો?" "હવે તારો આ રાવજી ક્યારે આવે ને ક્યારે મારા માળીયા સાફ થાય! રાહ જોવાની મને ના ફાવે. હાથે કામ કરવાનું વધું સહેલું છે. અમે તો આ બધાં કામથી ટેવાઈ ગયાં" કુમુદબેને માળીયાનો દરવાજો સાફ કરતા કહ્યું. આભા આલોક