રાવણોહ્મ - ભાગ ૧૭ અંતિમ ભાગ

(49)
  • 3.1k
  • 2
  • 1.4k

વિક્રાંતને ખબર હતી કે ક્યાં જવાનું છે. વિક્રાંતે ઉતારીને એક ગાડી ભાડે કરી અને જે પિરામિડમાં જવાનું હતું ત્યાં પહોંચ્યા . તે પિરામિડ થોડો ઉપેક્ષિત હતો તેમાં કોઈ પર્યટક જતું નહિ . વિક્રાંત , કાદરભાઈ અને પ્રદ્યુમનસિંહ અંદર જવા નીકળ્યા અને અંદર જતા પહેલા વિક્રાંતે જસવંતને પિરામિડની તરફ સુરક્ષારેખા દોરવાનું કહ્યું જેથી કોઈ પ્રવેશી ન શકે . અંદર પ્રવેશતાજ તેમને કોઈ પ્રાણીના ચિત્કારવાનો અવાજ સંભળાયો. વિક્રાંત પગથી માથા સુધી કાપી ગયો તે ઝડપથી દોડવા લાગ્યો અને તેની પાછળ કાદરભાઈ દોડ્યા . પ્રદ્યુમનસિંહ તેમની પાછળ દોડી શક્ય નહિ . આગળ જઈને તેમને જોયું કે એક કદાવર પ્રાણી અને એક સાધુ અંદરની