યાર્સાગુમ્બા ની શોધ - ૧૨

(17)
  • 2.6k
  • 1.1k

ક્રમશ: લગભગ એક કલાક સુધી ચાલતા-ચાલતા તેઓ " ગોકયો લેક " નજીક પહોંચ્યા. રસ્તામાં પ્રોફેસર જગે ભોલાની ઘણી મદદ કરી હતી. તેણે ભોલાનો સામાન ઉંચકી લીધો હતો. તેમજ તેને ટેકો પણ આપ્યો હતો. આ જોઈને પ્રાચીને તેના માટે માન થઈ આવ્યું હતું...! હવે પછીનું મુખ્ય કામ ગોકયો લેક પાર કરવાનું હતું. તે લગભગ પુરા ૧૦ ગામને પોતાની અંદર સમાવી લે તેટલું વિશાળ હતું. તે ચારેતરફ બરફોછિત પહાડોથી ઘેરાયેલું હતું. અત્યારે લગભગ -૧૫ ડિગ્રી જેટલું તાપમાન હતું. પાણી પણ જો હવામાં ફેંકવામાં આવે તો બરફ થઈ જાય. આટલી ઠંડીમાં લેકનુ પાણી થીજી ગયું હતું. તેમના માટે હવે થીજેલ સપાટી પાર