કૂખ - 9

(17)
  • 5.3k
  • 2
  • 2k

પહેલું સંતાન ઝંખતા દંપતી માફક અંજુ અને પ્રકાશ ભાવભીની ચેષ્ટાઓમાં ગરકાવ થઇ ગયાં હતાં. કશું બોલતાં ન્હોતાં પણ એકબીજામાં હાથ પરોવીને સાવ નજીક આવી રહ્યાં હતાં. એક ચાલીના નાકે, જાહેર રસ્તા પર ઊભાં છે...સભાન થઇ ગયાં. તેમાં પ્રકાશ ઝડપથી દૂર ખસી ગયો પણ અંજુ તો એમ જ ઊભી રહી.તેની આંખોમાં પ્રેમાળ ગુસ્સો ઊભરાતો હતો.નાક-નકશો બદલાઇ ગયો હતો. લાગે કે અંજુ જ નથી. પણ એકાએક આવો બદલાવ કેમ આવી ગયો. પોતે પણ...બદલાઇ ગયો હતો અથવા છે. પ્રકાશને ખુદને સમજમાં આવતું નહોતું. અંજુએ સામે નેણ નચાવ્યા.. ‘આ તારું પરદેશ નથી, ગુજરાત છે...!’ ‘મને ખબર છે...’ અંજુ ભવાં ચઢાવીને ચાલવા લાગી.