મારી ચૂંટેલી લઘુકથાઓ - 1

(44)
  • 6.7k
  • 3
  • 4.1k

લઘુકથાનો કથા-પરિવારનો જ મહત્વપૂર્ણ હિસ્સો છે જેવી રીતે નવલકથા, વાર્તા કે પછી નાટક હોય. પરિવારમાં જે રીતે દરેક વ્યક્તિના ગુણધર્મો અલગ અલગ હોય છે તેવી જ રીતે લઘુકથાના ગુણધર્મ પણ બાકીના લેખન કરતા અલગ હોય છે. લઘુમાં વિરાટ પ્રસ્તુત કરવું તેજ લઘુકથાકારનું કૌશલ્ય છે. આપણી સમક્ષ સંપૂર્ણ સૃષ્ટિ છે, આ સૃષ્ટિમાં પૃથ્વી છે, પૃથ્વી પર મનુષ્ય, મનુષ્યનું પૂર્ણ જીવન અને એ જીવનની એક પળ. આ વિસ્તૃતથી અણુ સુધીની યાત્રા છે અને આ અણુનું સાચું અને સ્પષ્ટ વર્ણન કરવું તે જ લઘુકથાનો મૂળમંત્ર છે. એ લઘુકથાકાર જ સફળ માનવામાં આવે છે જે આ પળને સાચી રીતે પકડીને તેની પુરેપુરી સંવેદનાની સાથે તેને વાચક સુધી પ્રસ્તુત કરી શકે. સૃષ્ટિનું પોતાનું મોટું મહત્ત્વ છે પરંતુ આપણે અણુના મહત્ત્વને ઓછું આંકી શકીએ નહીં. માનવીના જીવનમાં કેટલી બધી મહત્ત્વની પળો હોય છે જે નવલકથા કે પછી વાર્તા લખતી વેળાએ લેખકની દ્રષ્ટિએથી દૂર થઇ જતી હોય છે કારણકે એ સમય લેખકની દષ્ટિ સમગ્ર જીવન પર હોય છે પરંતુ એક લઘુકથાકારની દ્રષ્ટિમાં એ પળ જ મહત્વપૂર્ણ હોય ચ્જ્જે જે એક વાર્તાકાર કે નવલકથાકારની નજરેથી દૂર રહી જતી હોય છે. એ પળોની વાર્તા જ લઘુકથા હોય છે અને અને આ ગુણધર્મ જ આ શાખાને વિશિષ્ટ પણ બનાવે છે અને અન્ય શાખાઓ કરતા અલગ પણ બનાવે છે. - મધુદીપ