પ્રેમનું અગનફૂલ - 11 - 2

(45)
  • 5.7k
  • 7
  • 2k

કદમ, પ્રલય અને રસીદના માથામાં અફઝલ શાહિદ રાયફલોને ફટકારી હોવાથી તેઓના માથામાંથી લોહી નીકળી તેઓના ચહેરા પર રેલાતું હતું. રસીદને પૃથ્વી ગોળ ગોળ ફરતી હોય તેવું લાગી રહ્યું હતું. તે આતંકવાદીઓના કેમ્પના ચોગાન પરનુ ર્દશ્ય હતું. લાકડાના થાંભલાઓ પર મોટા વાંસના પાઇપ આડા બાંધવામાં આવ્યા હતા. અને તે પાઇપો પર પ્રલય, કદમ, રસીદ તથા આનંદને ઊલટા લટકાવવામાં આવ્યા હતા. દુર્ગા એક તરફ ધ્રૂજતી ઊભી હતી. કેટલાય આતંકવાદીઓ વાસના ભરી નજરે દુર્ગાને તાકી રહ્યા હતા.