રાવણોહ્મ - ભાગ ૧૫

(33)
  • 2.9k
  • 1
  • 1.2k

ઘરે આવીને વિક્રાંત સોમે બનાવેલ લાઈબ્રેરીમાં ગયો અને જુદા જુદા પુસ્તકો શોધવા લાગ્યો . પછી મંત્ર સમજવા લાગ્યો પહેલા તેણે દરેક શબ્દોના અર્થ શોધી કાઢ્યા . નૃપવલ્લભા - રાણી , સુચીખાત સ્તંભ - જેની કિનારીઓ ધારદાર હોય તેવો પિરામિડ , રક્ષક - તેની રક્ષા માટે નીમેલો સેવક , ગવેષય - શોધ , લેખાધિકારીન - રાજાની સેક્રેટરી , વરિયસ - સ્વતંત્રતા . તે સમજી ગયો હતો કે તેણે શું કરવાનું છે . તેણે પોતાની પાસે રહેલું ઈજીપ્ત ના ઇતિહાસ નું એક જૂનું પુસ્તક કાઢ્યું અને જુદા જુદા પિરામિડો વિષે વાંચવા લાગ્યો અને દિવસને અંતે તેને એક નામ મળ્યો ઇપાફિસ. વિક્રાંત