વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-18)

(20)
  • 3.3k
  • 1
  • 931

પ્રકરણ -18 હું એ ટોર્ચ તરફ ચાલ્યો. જરા પણ અવાજ ન થાય એ રીતે ચાલી રહ્યો છું. એક ડગલું ચાલવામાં બે-ત્રણ સેકન્ડ લાગે છે. ટોર્ચ હાથમાં આવી ગઈ. હવે આવી જ સાવચેતી સાથે દરવાજા તરફ ચાલ્યો. દરવાજો ખોલતા લગભગ દસ સેકન્ડ થઈ પણ અવાજ જરાય ન થવા દીધો. બહાર આવ્યો. દરવાજો આડો કર્યો. ટૉર્ચ ઓન કરી. ચાલ્યો. કમ્પાઉન્ડની બહાર આવ્યો. પણ આમ ટૉર્ચ ચાલુ રાખીને જઈશ તો ઘણે દૂરથી પણ કોઈક મને જોઈ જશે. ટૉર્ચનો પ્રકાશ આ પગદંડી પર દૂર સુધી ફેરવીને રસ્તો તપાસી લીધો. ટૉર્ચ બંધ કરી અને ચાલવા લાગ્યો. રૉયલ ચોકડી તરફ જઈ રહ્યો છું. વાતાવરણ સખત ઠંડું