? આરતીસોની ? પ્રકરણ : 13 મણીકાકાએ મંજરીનો હાથ પોતાના દીકરા ભરત માટે માંગતા એમને જવાબ આપવામાં મુંઝાઈ ગયેલાં અમ્માએ અંતે પ્રિન્સિપાલ સાહેબની મદદ લેવાનો નિર્ણય કરી એમને મળવા આવ્યા.. સઘડી સંધર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ મહેનતના કાવડિયાથી ખરીદેલી અનાજની પોટલીનો ભાર ક્યાં હોય છે !! પણ કોઈના ઉપકાર કે ઉધારનો ભાર અધમણનો લાગતો હોય છે. એવું જ કંઈક અમ્માને અનુભવાઈ રહ્યું હતું. અમ્મા સ્કૂલ શરૂ થવાના કલાક પહેલાં જ આજે પહોંચી ગયાં હતાં. પ્રિન્સિપાલ સાહેબની ઑફિસની બહાર કાગડોળે રાહ જોઈને બેસી રહ્યાં. સમય પ્રમાણે રાબેતા મુજબ સાહેબ આવ્યા એટલે ઑફિસમાં પરવાનગી લઈને આવ્યા અને એક શબ્દ અટક્યા વગર એકી